ક્ષત્રિય

ક્ષત્રિય શબ્દ સંસ્કૃતમાં "ક્ષત્ર" પરથી આવેલ છે જેનો અર્થ સત્તા, આધિપત્ય, સરકાર તેવો થાય છે, તેનું મુળ "ક્ષી" શબ્દ છે જેનો અર્થ શાસન કરવું કે રાજ્ય કરવું તેવો થાય છે. જુની ફારસી ભાષામાં ક્ષાયૈયા(રાજવી) અને ક્ષારા  પણ આની સાથે સંબંધીત છે, એજ રીતે નવી ફારસીન ભાષા ના શાહ (રાજવી) અને શહર (શહેર) પણ આ રીતે સંબંધીત છે. થાઇ ભાષામાં રાજા માટેનો શબ્દ કસાત અને મલય ભાષામાં યોદ્ધા કે લડવૈયા માટે વપરાતો શબ્દ કેસ્ત્રિય કે સત્રિય પણ ક્ષત્રિય શબ્દમાંથી ઉત્પન થયેલ છે. આ શબ્દ ભવ્ય શ્થિતિનો દર્શક છે.

આદી વેદિક સંસ્કૃતિમાં, લડાયક કોમોને રાજન્ય કે ક્ષત્રિય કહેવામાં આવતી હતી. રાજન્ય  રાજન "રાજા, રાજ્યકર્તા" નું વિશેષણરૂપ છે જેનું મુળ રાજ "શાસન કરવું" માં પડેલું છે. જેનાં અન્ય સજાતિય સ્વરૂપો લેટિનભાષામાં રેક્ષ (રાજા), જર્મન ભાષામાં રિશ (રાજવી, શાસનકર્તા) અને થાઇ ભાષામાં રાચા (રાજા) છે. પર્શિયામાંસત્રપ કે ક્ષત્રપ, પર્શિયન સામ્રાજ્યનાં પ્રાંતોના શાસકો કે રક્ષકોને કહેવામાં આવતા હતા.

ક્ષત્રિય  હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારીક વૈદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધા જ ક્ષત્રિય હતા.પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું.સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.

Comments

Popular posts from this blog

મારો પરિચય